શું કિંજલ દવે ના લગ્ન થઈ ગયા છે ? Kinjal dave | Kinjal dave photos
ગુજરાતના જાણીતા ખ્યાતનામ કલાકાર કિંજલ દવે ઘણી વાર ચર્ચામાં જોવા મળે છે. ત્યારે તેમના લગ્નને લઈને કેટલી અફવાઓ ફેલાઈ રહી છે
કિંજલ દવેના લગ્નને લઈને સ્પષ્ટતા કરતાં જાણવા મળ્યું છે કે, કિંજલ દવેના વાયરલ થયેલા ફોટા તેમની સગાઇ વખતના છે.અને અત્યારે પણ સોશિયલ મીડિયા અને whatsapp ગ્રુપમાં કેટલાક ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે એ ફોટા પર કિંજલ દવેના એંગેજમેન્ટ સેલિબ્રેશનના છે.
ત્રણ વર્ષ પહેલા કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવી હતી. કિંજલ દવે ની સગાઈ તેમના વતન 'જેસંગપુર' ગામ માં પરિવારની હાજરીમાં સમાજના રીતરિવાજ મુજબ વિધિવત રીતે કરવામાં આવી હતી. કિંજલ દવે પોતાના જીવનસાથી પવન જોશી સાથે પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા ત્રીજી અંગ્રેજ મેન્ટ સેલિબ્રેશન કર્યું હતું. જેમાં, કિંજલ દવેના સાસુ-સસરા ,નણંદ ,કિંજલ દવે ના મમ્મી-પપ્પા તેમના ભાઈ આકાશ દવે અને પવન જોશી સાથે જોવા મળ્યા હતા.
આ બાબતે કિંજલ દવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં કહ્યું હતું કે,તેઓ પવન જોશી સાથે બહુ જ ખુશ છે. અત્યારે કિંજલ દવેના લગ્નને લઈને કોઈ જ સમાચાર સામે આવ્યા નથી. એવું માનવામાં આવે છે કે 'પવન જોશી' કિંજલ દવેના બાળપણના મિત્ર હતા બંને એકબીજા વચ્ચે પ્રેમ થઈ જતા સગાઈ કરવામાં આવી હતી.
કિંજલ દવે ગુજરાતના જાણીતા લોકગાયક આ છે. તેમણે ગુજરાતને પ્રસિદ્ધિ અપાવે તેવા ઘણા બધા આલ્બમ સોંગ કર્યા છે. youtube ઉપર તેમના દરેક સોંગ મિલિયનમાં વ્યૂઝ જોવા મળે છે. કિંજલ દવેના ચાહકો ગુજરાતમાં બહોળી સંખ્યામાં છે. કિંજલ દવે ઘણીવાર ડાયરા, સ્ટેજ પ્રોગ્રામ, કે લાઈવ પ્રોગ્રામ પણ કરતા હોય છે. એના સિવાય કિંજલ દવે ઘણા બધા દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરી ચુક્યા છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો